શું વ્યક્ત કરીએ તો જ પ્રેમ? ભાગ – 1

ઘર છોડી ને નીકળેલી પત્ની નો પત્ર

કેટલાય સમય થી ચાલતા નાના હળવા જગડાઓ, ને હૃદય માં વાગેલા શબ્દ રૂપી તિરો ના નાના નાના ઘાવ રુજાય નહીં. પતિ પત્નિ ના મતભેદ હવે મનભેદ માં પરિવર્તીત થવા લાગ્યા, ને આખરે એ હૃદય ના ઘાવ ની લાકડા ની ભારી ને એક ચીંગારી ની જરૂર હતી, ને એ આજે લાગી, અને પરિણામે વિસ્ફોટ થયો.

આખરે પત્નિ એ કંટાળી ને પિયર જવા નો નિર્ણય લઈ લીધો, પોતાના કપડાં ને જરૂરી સામાન ભરી ને તૈયાર થઈ, રોજ ના રૂટિન પ્રમાણે સાંજે પતિ ઘરે આવે છે ને રસ્તા માં એને વિચાર આવે છે, કે આજે મેં કાંઈક વધારે જ react કરી નાખ્યું, ઘરે જઈ ને માફી માંગી લઇસ, ત્યાં અચાનક દૂધ લેવાનું યાદ આવ્યું, જે રોજ ભુલાઈ જતું તું, દૂધ અને થોડી પત્નિ ને રીઝવવા ચોકલેટ્સ સાથે પતિ ઘરે આવે છે.

ઘરે આવી ને જોયું,

  • તો daining table પર જમવાનું તૈયાર હતું,
  • પોતાના (પતિ) તમામ કપડાં ને ઇસ્ત્રી સાથે વ્યવસ્થિત ગોઠવી cupboard માં જોયા,
  • બાજુ(પત્ની) નું ખાનું ખાલી જોયું,
  • પત્નિ નો પેકિંગ થયેલો સમાન જોઈ પત્નિ ની નિર્દોષ, નિરાશ, હતાશ ને ગમગીન આંખો ☹️ સામે જોયું,

બંને કાંઈ બોલ્યા નઇ બસ થોડી વાર એક બીજાં સામે જોવા લાગ્યા..
ઘડી ભર માં પતિ સમજી ગયો કે પત્નિ હવે ઘર છોડી ને જાય છે. કારણ કે જ્યારે શબ્દો શમી જાય 🤐, ત્યારે આંખો વાતો કરતી હોય છે.😭

ને જતા જતા પણ રાતે ઘરે આવતા પતિ એ લાવેલ દૂધ ગેસ પર ગરમ કરવા મૂકી દીધું, ને કહ્યું કે હું જાવ છું, દૂધ ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેજો,
પતિ મન માં વિચારવા લાગ્યો,
કે એ ઘર છોડી ને જાય છે,
એના મન માં શુ વિતતી હશે?
કેવા વિચારો ચાલતા હશે?
તેમ છતાં એ સહજ ભાવે દૂધ ગરમ મુકવા ગઈ,
જાણે આડકતરી રીતે પત્નિ એવો સંદેશ આપે છે કે, જ્યાં સુધી હું આ ઘરમાં છું ત્યાં સુધી મેં મારી તમામ જવાબદારીઓ નિભાવી છે, જતા જતા પણ નિભાવતી જાવ છું, એવો સહજ ભાવ સાથે બસ 2 ઘડી પતિ સામે જોયું, પતિ એ પત્નિ સામે જોયું, બંને ની ચાર આંખો થઈ,
પતિ ની આંખો જાણે હજારો સવાલ લઈ ને બેઠેલી, ને પત્નિ ની આંખો કહેતી કે બસ હવે, કોઈ સવાલો ન કરો, કે નથી મારી ઈચ્છા કોઈ સવાલ ના જવાબ આપવા ની.

બસ 2 જ minutes થઈ ને પતિ હજુ, કશું બોલે એ પહેલાં નીકળી ગઈ.
પતિ ભીની આંખે બસ જોતો જ રહ્યો, ન આવજો કેવા હાથ ઉપડ્યો કે ન પત્નિ ને રોકવા જીભ ઉપડી. ઘર માં ફરી ને bed room માં જોયું તો પત્નિ એ લખેલો કાગળ હાથ માં આવ્યો.

કાગળ પર નું શિર્ષક હતું, હે પતિ પરમેશ્વર
મને એવું હતું કે

  • તમે ખાલી વર્તન કઠોર કરો છો, પણ અંદર થી મને ચાહો છો, પ્રેમ કરો છો પણ એ મારો વહેમ હતો,
  • મને આ 3 વરસ માં સમજાયું કે મારા હોવાથી કે ન હોવાથી તમને કોઈ ફર્ક નથી પડતો,
  • ક્યારેય મારી ભાવનાઓ સમજી નથી એનું દુઃખ નથી પણ સમજવાની કોશિષ પણ નથી કરી એનું વધારે દુઃખ છે.
  • ક્યારેય તમારા તરફ થી પ્યાર ભર્યા શબ્દો ની અપેક્ષા તો મેં રાખી જ નથી, પણ તમે હંમેશા મારી ઊર્મિઓ ની અભિવ્યક્તિ ને ઠેસ પહોંચાડી છે ને રગદોળી નાંખી છે,
  • તમે મને ભગવાન સમજો છો? પણ હું ભગવાન નથી..(આ છેલ્લું વાક્ય હતું, ને નીચે લખેલું હતું કે) બીજો કાગળ cupboard માં રાખેલો છે.

આ ભગવાન વાળું વાક્ય પતિ ને જરા સમજાયું નઇ, એટલે ભારે મૂંઝવણ ને આતુરતા સાથે બીજો કાગળ ખોળવા એણે ફટાફટ, cupboard ફંફોરવા નું ચાલુ કર્યું, એવામાં, ….સમ…. કરતો અવાજ આવ્યો ત્યાં રસોડા માં મુકેલી દૂધ યાદ આવ્યું.. પતિ એ દોટ મૂકી, પતિ ને આમ અચાનક દોડવા ની આદત નહોતી, દોડવા માં bed room નો દરવાજો પગ માં વાગ્યો ને પગ ના અંગૂઠા માંથી લોહી નીકળી ગયા.

લોહી વાળા પગે, bed room, drawing રૂમ ને છેક રસોડા સુધી લોહી ના ટીપાં પાડતો પાડતો પતિ રસોડા માં ગયો તો દૂધ ઉભરાઇ ને બહાર આવી ગયું, પછી ગેસ બંધ કરી, dreshing kit શોધી પણ મળી નહીં, નિસાસો, નાંખી ફરી cupboard તરફ ગયો, કારણ કે એને હજુ એ જાણવું તું કે હું મારી પત્ની ને ભગવાન સમજુ છું એવું કેમ લખ્યું, પણ પગ માં પીડા એટલી થતી તી કે મોઢા માંથી સિસકારા બહાર નીકળી જતા તા, ત્યાં cupboard માંથી બીજો કાગળ મળ્યો ને , એના પર પેલું જ વાક્ય હતું, dressing kit ત્યાં computer ના table ના નીચે ના ખાના માં છે. વાંચતા ની સાથે જ પતિ ના હોશ ઉડી ગયા 😳.એ સમજી ન શક્યો, કે આ માત્ર સંયોગ છે કે શું?

પછી કાગળ પડતો મૂકી પેલા પોતાના પગ નું dressing કર્યું, રસોડા માં ઢોળાયેલું દૂધ સાફ કર્યું, ને આખા ઘર માં પડેલા લોહી ના ટીપાં સાફ કરવા ઘર માં પોતું ફેરવ્યું, પછી શાંતિ થી બેસી ને વિચાર્યું ત્યારે બધું સમજાયું, કે મારે મારી ઈચ્છા નું કામ હતું કે આગળ ના કાગળ માં પત્ની એ શું લખ્યું હશે, પણ એ તો વાંચવા નું રઈ ગયું, ને બીજા કામ માં ફસાઈ ગયો,
તો મારી પત્ની ને તો રોજ આવું થતું હશે, ઘર અને મને સાચવવા માં એની ઈચ્છા ના કેટલા કામ રહી જતા હશે? 😥
કામ કરતા કરતા આવી રીતે ક્યારેક દૂધ ઉભરાઈ જાય છે તો હું કેટલી બુમો પાડું છું,
આજે મારે દોડવું પડ્યું ને એમાં વાગ્યું મને, મને યાદ છે એને એક વાર આવી રીતે જ પગ માં વાગેલું, તો મેં ત્યારે તેના પર ખૂબ ગુસ્સો કર્યો તો કે દેખાતું નથી, આંઘળી છો, ને dressing નું box આપવા ને બદલે હું ગુસ્સા માં ઘર ની બહાર નીકળી ગયો.

ને આજે એ નથી તોય એને મારી care કરવા નું બંધ ન કર્યું, એને કેવી રીતે ખબર પડી કે મારે આની જરૂર પડશે? એને કાગળ માં લખ્યું કે dressing box અહીં છે,
જીવન ની દરેક નાની મોટી મુસીબત માં એ હંમેશા મારી સાથે રહી છે પ્રત્યક્ષ રીતે.ને આજે એના કાગળ દ્વારા પરોક્ષ રીતે😪.
હજુ મન માં પેલો સવાલ થનગનતો હતો, ભગવાન વાળી વાત નો..

પછી ભીની આંખે એ કાગળ ખોલ્યો એમાં લખેલું હતું તમે મને ભગવાન સમજો છો, પણ હું ભગવાન નથી, મારા થી પણ ભૂલ થાય. પણ તમેં દર વખતે મારી નાની નાની ભૂલો હોય તો પણ કેટલું ખરાબ વર્તન કરો, ને જેમ મારું અસ્તિત્વ જ ન હોય એવી રીતે મને treat કરો. તમે મને શું ભગવાન સમજો છો? હું પણ તમારી જેમ માણસ છું, મારાથી પણ ભૂલો થાય.

Qualification ને carrier બંને બાબતે હું તમારી સમકક્ષ છું, ને સાથે ઘર ની જવાબદારી પણ ઉઠાવું છું, તો 1 step આગળ છું, તમને પણ ખબર છે, ને તમે પણ સમજો જ છો આ વાત, તેમ છતાં મેં ક્યારેય એવું અભિમાન નથી રાખ્યું તમારી આગળ, પણ છતાંય તમે ક્યારેય મારા સ્વાભિમાન નું માન નથી રાખ્યું.

ક્યારેય મને હું નસીબદાર છું એવો અનુભવ નથી કરાવ્યો, અરે મર્યાદા પુરૂષોત્તમ રામ પણ એકલતા માં સીતા સાથે પ્રેમ ની પળો માણતા જ.. તો તમે ન માણી શકો? મને એક યંત્ર બનાવી દીધી હતી તમે જેની સવારે સ્વીચ ચાલુ કરવા ની ને સાંજે કામ પૂરું થાય એટલે બંધ કરી દેવાની. બસ મારું જીવન જેમ તમારા માટે જ હોય, મારે મારુ કશું જ નઇ, અરે મારી ઊંઘ પણ મારી નહતી, એમાં પણ મને તમારા આવા વર્તન ના વિચારો આવ્યા કરતા ને દરેક વિચાર મારા હૈયા ને તીર માફક ચીરતો..

મારા માં જ કંઈક ખોટ હશે, કદાચ તમે મારા થી ખુશ નહીં હોય, હું કદાચ સારી ઘરવાળી બનવા યોગ્ય નથી, એક આર તમે જ બોલ્યા છો, કે હું કંટાળી ગયો છું તારા થી, બસ તો હવે કંટાળો ટાળો, હું જાવ છું તમારા થી ને તમારી દુનિયા થી દુર 😢🙏

મેં ઘણા પ્રયત્ન કર્યા તમને ચાહવાના, મારું સ્વાભિમાન દાવ પર મૂકી તમારી એક આદર્શ જીવન સંગીની બનવા ના, પણ ઘણા પ્રયત્ન કર્યા, પણ અફસોસ હું ન બની શકી.
We were not made for each other.
Enjoy, your life without me..
અને આ વાત તમને કહેવાનો કોઈ જ મતલબ નથી,
જેને with નો મતલબ ખબર હોય એને જ without નો મતલબ સમજાય..
આ પત્ર વાંચતા વાંચતા તમારી આંખ માં આંસુ હશે, હરખના કે, હાઇસ ગઈ
ને આ પત્ર લખતા લખતા મારી આંખ માં પણ આંસુ હતા, પીડા ના કે મારી ઝીંદગી ગઈ..
Bye 4 ever…🙏😭😭
~લી. તમારી જૂની પત્નિ

પત્ની ના આવો કરુંણ અને સંવેદનશીલ પત્ર વાંચી ને પતિ ખુબ રડે છે, કારણ કે સામાન્યતઃ પુરુષ પોતાના આંશુ બતાવતો નથી, ને વ્યક્ત પણ નથી કરી શકતો, કારણ કે એક સ્ત્રી ની આંખ રડે છે અને એક પુરુષ નું અંતર રડે છે, પણ અત્યારે એ એકલો હોવાથી એ રડી પડ્યો, પતિ ને બધું જ સમજાય ગયું, અને એને પણ સામે પત્ની ને પત્ર લખ્યો, ક્રમશ:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *