
બસ હવે બહુ થયું,
હવે મારે તને મળવું છે,
દૂધ માં સાકાર જેમ વીસરે
એવી રીતે મારે તારા માં ઓગળવું છે,
વાતમાં કઈ છે નહિ,
તોય અમસ્તું લળવુ છે,
ખુલ્લા મારા દ્વાર છે તોય
કેમ તારે પાછું વળવું છે?
સરિતા જેમ સાગર માં ભળે
એમ, મારે તારા માં ભળવું છે,
છું ભલે હું અહં રૂપી ઉભો વાંસ
પણ તમે મળો તો મારે નીચે વળવું છે,
પાકતા જો આવડે મને તો મારે પણ
કેરી ની જેમ નીચે પળવું છે.